Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 35:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો, પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ; પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 35:8
18 Iomraidhean Croise  

અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)


પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


અને શાઉલે દાઉદને કહ્યું, “જો, મારી મોટી દીકરી મેરાબ [છે] , તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા, ને યહોવાની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે કહ્યું, “મારો હાથ એના પર ભલે પડે.”


Lean sinn:

Sanasan


Sanasan