Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 35:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 35:10
31 Iomraidhean Croise  

તેમણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો; કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.


તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


કેમ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારાં હાંડકાં ખોયણાની જેમ બળે છે.


તેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયનાં કૃત્ય તથા ચુકાદા કરે છે.


કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.


હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.


ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.


તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.


તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.


મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


કેમ કે તેમણે દુ:ખીઓના દુ:ખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યા નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેમણે તેનું સાંભળ્યું.


હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં,


તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.


આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.


નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે, દુષ્ટોએ તરવાર તાણી છે, અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.


તમારા રોષને લીધે મારા શરીરમાં આરોગ્ય નથી; મારાં પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી;


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.


કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.


હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


વળી પવિત્ર [ઈશ્વર] પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે, હું તેના જેવો ગણાઉં?”


હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.


યહોવાનું સ્તોત્ર ગાઓ, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan