Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 35:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો; મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 35:1
16 Iomraidhean Croise  

તો જે જગાએથી તમે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણા ઈશ્વર આપણે માટે યુદ્ધ કરશે.”


મારી હિમાયત કરો અને મને છોડાવો; તમારા વચન પ્રમાણે મને જીવાડો.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.”


અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”


પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ.


કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.


પરંતુ યહોવા એવું કહે છે કે, પરાક્રમીઓના બંદીવાન પણ હરી લેવાશે, ને ભયંકરની લૂંટ પડાવી લેવાશે. પણ તારી સાથે જેઓ લડે છે તેઓની સાથે હું લડીશ, ને હું તારાં છોકરાંઓને તારીશ.


તે માટે યહોવા કહે છે, “જો, હું તારા પક્ષમાં બોલીશ, ને તારું વૈર લઈશ; અને હું તેના સમુદ્રને સૂકવી નાખીશ ને તેના ઝરાને નિર્જળ કરી નાખીશ.


હે પ્રભુ, તમે મારા જીવનો પક્ષ કરીને મારા તરફથી વિવાદ ચલાવ્યા છે; તમે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે.


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્‍ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”


પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ, નહિ તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


Lean sinn:

Sanasan


Sanasan