Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારી સાથે યહોવાને મોટા માનો, અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મારી સાથે પ્રભુને મહાન માનો. આપણે સૌ સાથે મળીને તેમનું નામ ઉન્‍નત માનીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:3
18 Iomraidhean Croise  

તમે તેમના પવિત્ર નામનું અભિમાન રાખો; યહોવાના ભક્તોનાં હ્રદયો આનંદમાં રહો.


આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દષ્ટા આસાફે રચેલા ગીત ના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું, ને તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જયજયકાર કરો, હા, તેઓ હંમેશાં કહો, “જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટા મનાઓ.”


જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો તથા આનંદ કરો; જેઓ તમારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ!”


હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો, અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો.


હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ, અને હું આભારસ્તુતિથી તેમને મોટા માનીશ.


કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.


મરિયમે કહ્યું, “મારો જીવ પ્રભુને મોટો માને છે,


એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યા, તેમની આરાધના કરો.”


Lean sinn:

Sanasan


Sanasan