Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કયો માણસ [લાંબી] જિંદગી ઇચ્છે છે? તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે? અને તમારામાંથી જીવન વહાલું કોને છે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:12
16 Iomraidhean Croise  

યાકૂબના પુત્રો, તમે એકત્ર થાઓ, ને સાંભળો; અને તમારા પિતા ઇઝરાયલની વાતને કાન ધરો.


નહિ તો તું મારું સાંભળ; છાનો રહે, તો હું તને જ્ઞાન શીખવીશ.”


અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.


તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.


મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર.


હવે મારા દીકરા, સાંભળ, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ.


યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે.


વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ [ફરજ] એ છે.


મેં મારા અંત:કરણમાં ખોળ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના સર્વ આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને માલૂમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.


વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.


યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”


એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમનાં સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો; અને તારી આવરદા લાંબી થાય.


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


Lean sinn:

Sanasan


Sanasan