Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 33:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 33:16
32 Iomraidhean Croise  

અને બેન-હદાદે [ફરીથી] આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


પછી તેણે પ્રાંતોના સૂબાઓના જુવાનોને ભેગા કર્યા, તે બસો બત્રીસ થયા. તેમની પછી તેણે સર્વ લોકને, એટલે સર્વ ઇઝરાયલી લોકોને ભેગા કર્યા; તે સાત હજાર થયા.


અને હવે તમે દાઉદના પુત્રોના હાથમાં યહોવાનું રાજ્ય છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહું મોટું છે, ને યરોબામે જે સોનાના વાછરડા તમારે માટે દેવ તરીકે બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


આમ્મોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માંહોમાંહે લડીને એકબીજાનો નાશ કર્યો.


ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો, તેણે આશૂરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો; તેથી તેને વીલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો.


નેક માણસો ઉપરથી તે પોતાની દષ્ટિ પાછી ખેંચી લેતા નથી; પણ તે તેઓને રાજાઓની સાથે ઊંચા આસન પર સદા બેસાડે છે, અને તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવે છે.


તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?


તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


અને પાણી પાછાં વળીને રથો તથા સવારો તથા તેમની પાછળ સમુદ્રમાં ગયેલા ફારુનના સમગ્ર સૈન્ય ઉપર ફરી વળ્યાં. તેઓમાંથી એક પણ બચ્યો નહિ.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.


‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, ’ એવું તમે કેમ કહો છો?


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.


અને વેગવાનની દોડવાની શક્તિ ખૂટી જશે, બળવાનનું બળ રહેશે નહિ, શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.


ધનુર્ધારી ટકી શકશે નહિ. ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ, ઘોડેસવાર પણ પોતાનો બચાવ કરી શકશે નહિ.


તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.”


યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઇચ્છતો નથી, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાશ મારીને કહે કે, ‘મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે.’


યહોવાએ ગિદિયોનને ફરી કહ્યું, “લોક હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ, ને ત્યાં હું તારે માટે તેઓની પરીક્ષા કરીશ. અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે, તે જ તારી સાથે જાય; અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે નહિ, તે ન જાય.”


ગોલ્યાથ નામે ગાથનો એક યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan