Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 32:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આખો દિવસ અને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 32:4
15 Iomraidhean Croise  

એ માટે કે ઈશ્વર માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!


મારી ચામડી કાળી પડી ગઈ છે, અને મારા શરીર પરથી [ખરી પડે છે] , ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.


તારે મારા ત્રાસથી ગભરાવાની જરૂર નથી, મારું દબાણ તારા પર ભારે થશે નહિ.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


પણ હાલ તેઓનું મુખ કોયલ કરતાં કાળું થયું છે! તેઓ મહોલ્લાઓમાં ઓળખાતા નથી. તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે; તે સુકાઈને લાકડાં જેવી થઈ ગઈ છે.


દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


તોપણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે પતિ કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ! કેમ કે તમારી ખાતર મને ઘણું દુ:ખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”


માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો.


તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.


અને જો, તે પોતાની સીમને માર્ગે થઈને બેથ-શેમેશ તરફ જાય, તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય, તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી; પણ દૈવયોગે એ આપણા પર આવી પડ્યું હતું.”


Lean sinn:

Sanasan


Sanasan