Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 32:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ. હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 32:11
18 Iomraidhean Croise  

હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.


જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.


હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ; યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે.


પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.


ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે, અને તેમના પર ભરોસો રાખશે, અને હ્રદયના સર્વ યથાર્થીઓ જયજયકાર કરશે.


પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની સંમુખ હર્ષિત થાઓ. હા, તેઓ બહુ આનંદ કરો.


મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હ્રદયવાળાઓને તારે છે.


યહોવા રાજ કરે છે; પૃથ્વી [ના લોકો] હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.


હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.


હે પૃથ્વીના સર્વ [લોકો] , યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ, તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ, તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહિ હોવાથી તારા દરવાજાથી અંદર રહેતો હોય તેણે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એ ને એ જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને માટે છે.


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


અને હાન્‍નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan