Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સાચે જ તમે મારે માટે ગઢ અને કિલ્લા સમાન છો; તમારા નામની કીર્તિને લીધે મને માર્ગ ચીંધો અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:3
21 Iomraidhean Croise  

વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ, તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેધસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.


તોપણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહિ. તેઓને માર્ગ બતાવવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને આગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહિ.


કેમ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારાં હાંડકાં ખોયણાની જેમ બળે છે.


તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.


મારામાં કંઈ દુરાચાર હોય, તો તે તમે જોજો, અને મને સનાતન માર્ગમાં ચલાવજો.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


તમારા સત્‍યમાં મને ચલાવો, અને તે મને શીખવો; કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો; હું આખો દિવસ તમારી રાહ જોઉં છું.


નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.


તમારું અજવાળું તથા સત્ય મોકલો કે, તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.


જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તમે ગઢ થાઓ; તમે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.


હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.


તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ. અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”


તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.


જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ.


કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે, અને અમને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નષ્ટ કરશે. પછી તમે તમારા મોટા નામ વિષે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan