Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 મેં તો મારી અધીરતાથી કહી દીધું, “તમે તમારી દષ્ટિ આગળથી મને દૂર કર્યો છે.” તોપણ મેં તમને અરજ કરી ત્યારે તમે મારા કાલાવાલા સાંભળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:22
20 Iomraidhean Croise  

જ્યારે તું કહે છે, ‘હું તેમને જોતો નથી, ’ ત્યારે તે નહિ [સાંભળશે] એ કેટલું વિશેષ સંભવિત છે! પણ [તારો] દાવો તો તેમની આગળ છે, માટે તું તેમની વાટ જો.


મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”


જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો.


હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.


યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.


ઈશ્વરને ધન્ય હોજો કે, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી, તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.


તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે; તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.


પણ સિયોને, કહ્યું, “યહોવાએ મને તજી દીધી છે, પ્રભુ મને વિસરી ગયા છે.”


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’


મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.


કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


શાઉલ પર્વતની આ બાજુએ ગયો, ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલની બીકને લીધે છટકી જવા ઉતાવળ કરી; કેમ કે શાઉલે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા માટે તેઓને ઘેરી લીધા હતા.


દાઉદે અબિગાઈલને કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે તને આજે મને મળવા મોકલી તેમને ધન્ય હો.


દાઉદે પોતાના મનમાં કહ્યું, “હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેમના હાથમાંથી બચી જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan