Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મારા જીવનના સર્વ સંજોગો તમારા હાથમાં છે. મને સતાવનારા મારા શત્રુઓના હાથમાંથી મને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:15
31 Iomraidhean Croise  

જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


આસા તેની સામે ગયો, ત્યારે મારેશાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો.


સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી? અને જેઓ તેમને ઓળખે છે, તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?


યહોવાની દષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.


હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.


મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.


તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.


કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.


હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.


હે યહોવા, ઊઠો, તેની સામે થાઓ, ‍ તેને પાડી નાખો; તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને છોડાવો;


હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજો. મારા શત્રુઓ મારા પર જયજયકાર ન કરે.


હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”


પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહિ, તો તેને ઉઠાવી લેવામાં આવે નહિ તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહિ.


હે યહોવા, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદભુત કાર્યો કર્યાં છે, તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડયા છે.


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


તેમને ઉપર લઈ લેવાવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવા માટે પોતાનું મોં [તે તરફ] દઢ રાખ્યું.


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.


હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.


એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે.


માટે તેઓએ તેમને પકડવાને પ્રયત્ન કર્યો. પણ તેમનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.


ત્યારે ઈસુ તેઓને કહે છે, “મારો સમય હજી આવ્યો નથી. પણ તમને સર્વ સમય સરખા છે.


તેમણે તેઓને કહ્યું, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી.


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.


કેમ કે મને માલૂમ છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડયું, તે પ્રમાણે મારો માંડવો જલદી પડી જવાનો છે.


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan