Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે. તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:13
21 Iomraidhean Croise  

અને મુખ્ય પાત્રવાહકે યૂસફને સંભાર્યો નહિ, પણ તેને ભૂલી ગયો.


જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


તેઓ અહોનિશ તેના કોટ પર ફેરા ખાય છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.


જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ [લડાઈની] બીક ઊભી કરી છે. ને યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.


અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;


અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.


પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું, “ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.”


એથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે, ‘મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.’


અને દાઉદે શાઉલને કહ્યું, “જુઓ, દાઉદ તમારું નુકસાન કરવા ઇચ્છે છે, એવું બોલનારાનું કહેવું તમે શા માટે સાંભળો છો?


Lean sinn:

Sanasan


Sanasan