Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મારા શત્રુઓ મારી મજાક ઉડાવે છે, અને મારા પાડોશીઓ મારો તુચ્છકાર કરે છે; મારા મિત્રોને મારા પ્રત્યે કમકમાટી ઊપજે છે, અને શેરીમાં મને જોતાંની સાથે જ સૌ નાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:11
24 Iomraidhean Croise  

પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી; માણસોથી ધિક્કાર પામેલો, અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.


મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દરદને લીધે દૂર થઈ ગયા છે; અને મારાં સગાં દૂર રહે છે.


એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.


મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે].


તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.


જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર [ઈશ્વર] છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ [તને] જોઈને ઊભા થશે; સરદારો [તને] જોઈને પ્રણામ કરશે.”


કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો ન રાખ.”


કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી, ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.


પછી બધા તેમને મૂકીને નાસી ગયા.


કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે [તેમને થયું] , એટલે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.”


મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. [પ્રભુ] એ તેઓને લેખે ન ગણે.


બીજા [કેટલાક] મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.


માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ.


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan