Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 30:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 30:5
28 Iomraidhean Croise  

અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય સુધી એક પુરષે તેની સાથે મલ્‍લયુદ્ધ કર્યું.


પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે


તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ;


મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.


હે યહોવા, તમારાં સર્વ કામ તમારો આભાર માનશે; અને તમારા ભક્તો તમને સ્તુત્ય માનશે.


તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.


કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ.


પરંતુ હું તો તમારા સામર્થ્યનું ગાયન કરીશ; હું સવારમાં તમારી કૃપા વિષે હર્ષનાદ કરીશ; કેમ કે તમે મારા ઊંચા ગઢ છો, અને સંકટને સમયે મારા આશ્રયદાતા થયા છો.


કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તમારી સ્તુતિ કરશે.


હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.


અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, “ઇઝરાયલીઓને કહે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.’


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.


કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્‍ન કરે છે;


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


Lean sinn:

Sanasan


Sanasan