Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવાની પાસે તારણ છે, લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 3:8
22 Iomraidhean Croise  

પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું, ને પલિસ્તીઓને મારી નાખ્યા. અને યહોવાએ મોટો જ્ય પમાડ્યો.


હું તમારો છું, મને બચાવો; કેમ કે મેં તમારાં શાસનો શોધ્યાં છે.


યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.


તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી કૃપાથી મને તારો.


તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.


તેઓનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે.


હે યહોવા, તેમને ભયભીત કરો. ‍ અમો માત્ર માણસ છીએ એવું વિદેશીઓ જાણે. (સેલાહ)


ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાથી જ [મળે] છે.


હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


“તોપણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું તારો ઈશ્વર યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ઈશ્વર, તું જાણતો નથી, ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી.


પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


ઈશ્વરે પોતાના સેવકને ઊભા કર્યા, ને તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના [દરેકને] આશીર્વાદ આપે.”


બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


“ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ, અને તારો વિસ્તાર નિશ્ચે વધારીશ.”


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી, “હાલેલૂયા; આપણા ઈશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે!


તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, “અમારા ઈશ્વર, જે રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને તારણ [ને માટે] ધન્યવાદ હોજો.”


Lean sinn:

Sanasan


Sanasan