Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 29:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે, અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 29:11
26 Iomraidhean Croise  

મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.


નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.


હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર [પોતાના] લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.


પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.


તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.


તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.


કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.


યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.


હે યહોવા, તમે અમને શાંતિ આપશે; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.


નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


હું યહૂદાના માણસોને બળવાન કરીશ, અને હું યૂસફના માણસોનો ઉદ્ધાર કરીશ, ને હું તેઓને [તેમના વતનમાં] પાછા લાવીશ, કેમ કે મને તેમના પર દયા આવે છે; અને જાણે મેં તેમને અગાઉ કદી તજી દીધા ન હોય, એવા તેઓ થશે, કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું, ને હું તેઓનું સાંભળીશ.


હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે.


આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો.


તેમણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી.


તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો.


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


Lean sinn:

Sanasan


Sanasan