Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જેઓ મોઢે શાંતિ અને હ્રદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 જેઓ પડોશી સાથે મોંએ મીઠું બોલે પણ હૃદયમાં કપટ રાખે એવા દુષ્ટો અને દુરાચારીઓ સાથે મને હડસેેલી દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ” કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:3
17 Iomraidhean Croise  

તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્‍નમાંથી મને ખાવા ન દો.


પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહિ;


તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.


અરે જુલમગાર, તું ભૂંડાઈનું અભિમાન કેમ કરે છે? ઈશ્વરની કૃપા સર્વદા [ટકે છે].


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


તેઓ તેને તેના શ્રેષ્ઠપદ પરથી ઉથલાવી પાડવાને કેવળ મસલત કરે છે; તેઓ જૂઠથી હરખાય છે; તેઓ મોઢેથી આશીર્વાદ ઊચરે છે, પણ મનથી શાપ આપે છે. (સેલાહ)


તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.


જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે,


અને તેણે લોકોને કહ્યું, “કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય.”


પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


Lean sinn:

Sanasan


Sanasan