Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ મારા હાથ જોડું છું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ હાથ જોડીને પ્રાર્થના કરું છું; તેથી મારી વિનંતીનો પોકાર સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો. તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું; અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:2
21 Iomraidhean Croise  

તેણે યહોવાનો કરારકોશ મૂકવા માટે મંદિરમાં અંદરની બાજુ પરમપવિત્રસ્થાન બનાવ્યું.


તેણે ઘરની એટલે મંદિરની તેમ જ પરમ પવિત્રસ્થાનની ભીંતોને લગતા ચારેબાજુ માળ બનાવ્યા, અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી.


અને જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોક પોતપોતાના હ્રદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે, ને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારે;


(સુલેમાને પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો તથા ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો, ને ઇઝરાયલના સર્વ લોકોની આગળ તેને ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા;)


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


હે ઈશ્વર, મારો સાદ સાંભળો; મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો.


પવિત્રસ્થાન તરફ તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો.


હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.


મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.


હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.


મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.


હું મારા હાથ તમારી તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારે માટે તરસે છે. (સેલાહ)


પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ [ફરીને] ભજન કરીશ.


હું આવી રીતે મરણપર્યંત તમને ધન્યવાદ આપીશ. હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.


તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્‍લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.


જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો, (તેના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણિયે પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની આભારસ્તુતિ કરી.


ત્યારે પેલા માણસો ત્યાં ઘસી ગયા, ને તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરને વિનંતી તથા પ્રાર્થના કરતો જોયો.


એ માટે મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદવિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.


Lean sinn:

Sanasan


Sanasan