Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:1
21 Iomraidhean Croise  

[ઈશ્ચરે] મારા પ્રાણને કબરમાં જતાં ઉગાર્યો છે, તેથી મારો જીવ પ્રકાશ જોશે.’


હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું; ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું.


હું તેમની સમક્ષ મારા [હૈયાનું] દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું.


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.


હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)


હે યહોવાના ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ, અને તેમના પવિત્ર નામની અભારસ્તુતિ કરો.


“ [જો] હું કબરમાં જાઉં તો મારા મરણથી શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?


હે યહોવા, તમે તે જોયું છે; તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન રહો.


હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.


ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, “તમે મને કેમ વીસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”


હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.


પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો.


હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.


હે ઈશ્વર, તમે છાના ન રહો; હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો.


શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય!


યહોવા પર સદા ભરોસો રાખો; કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.


કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી સત્યતાની આશા રાખે નહિ.


તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું, અને તે પર મુદ્રા કરી, જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ. ત્યાર પછી થોડીવાર સુધી તેને છૂટો કરવો પડશે.


Lean sinn:

Sanasan


Sanasan