Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 27:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 27:4
30 Iomraidhean Croise  

દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.


હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવા, એ પ્રમાણે હું તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.


હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.


“મારું મુખ શોધ” [એમ તમે મને કહ્યું, ત્યારે] મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.


સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.


જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.


કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.


તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે; તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. (સેલાહ)


અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.


તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ.


હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.


સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વીસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને,


જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.


પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.


તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”


તેણે તેને માટે યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી.”


દાઉદે યહોવાની સલાહ પૂછી, “જો હું એ ટુકડીની પાછળ પડું, તો શું હું તેને પકડી પાડી શકીશ?” તેણે તેને ઉત્તર આપ્યો, “પાછળ પડ; કેમ કે નક્કી તું [તેઓને] પકડી પાડીશ, ને બેશક [બધું] પાછું મેળવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan