Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 27:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે, અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 27:13
18 Iomraidhean Croise  

મનુષ્ય તેની કિંમત જાણતું નથી; અને વસતિવાળા ભાગમાં તે મળતું નથી.


તે તેનો જીવ કબરેથી પાછો લાવીને તેને જીવનનો પ્રકાશ બતાવે.


હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”


મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.


જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ.


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું, તેથી તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; શું, મારા પગને તમે લથડતાં [બચાવ્યા] નથી?


જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.


મેં કહ્યું, હું યહોવાને જોઈશ નહિ, જીવતાંઓની ભૂમિમાં હું યહોવાને જોઈશ નહિ; સંસારના રહેવાસીઓની સાથે હું ફરી માણસને નિહાળીશ નહિ.


જીવતો, હા, જીવતો માણસ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે; પિતા [પોતાનાં] સંતાનોને તમારી સત્યતા જાહેર કરશે.


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો, ભેગું કરીશ, ને તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલૌ જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગું વસાવીશ કે, ફરીથી તારામાં વસતિ ન થાય. અને જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ હું સ્થાપીશ નહિ.


તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી.


એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.


કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે.


Lean sinn:

Sanasan


Sanasan