Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 26:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પાપીઓ સાથે મારા પ્રાણનો અને ઘાતકી લોકો સાથે મારા જીવનો નાશ કરી દેતા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 26:9
14 Iomraidhean Croise  

શિમઈએ શાપ આપતાં આમ કહ્યું, હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે, જતો રહે.


દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો [તો સારું] ; અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ.


હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


ને તે તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.


ત્યારે તેઓ પણ તેમને કહેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે, તરસ્યા કે, પારકા કે, નગ્ન કે, માંદા કે, કેદમાં જોઈને તમારી સેવા નહિ કરી?’


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઊઠ્યો હશે, તોપણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવનભંડારમાં બાંધી રાખશે; પણ આપના શત્રુઓનઅ જીવને તો જેમ ગોફણના ચાડામાંથી [પથ્થર] ફેંકી દે, તેમ તે ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan