Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 25:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 25:9
28 Iomraidhean Croise  

તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.


મને સારો વિવેક તથા ડહાપણ શીખવો; કેમ કે મેં તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.


મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.


યહોવા નમ્ર [જનો] ને સંભાળે છે; દુષ્ટોને તે જમીનદોસ્ત કરી નાંખે છે.


કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.


દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે; યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે; [તે કહેશે કે,] તમારું હ્રદય સર્વકાળ જીવો.


તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.


હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.


તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો, અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.


ઇનસાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઊઠ્યા, ત્યારે પૃથ્વી ભયભીત થઈને છાની રહી. (સેલાહ)


હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે


પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો.


હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાના હુકમનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો. નેકી [નો માર્ગ] શોધો, નમ્રતા શોધો : કદાચ યહોવાના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.


જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


“અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા, અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?


તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.


નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી.


તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે.


માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને [તમારા હ્રદયમાં] રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.


પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંત:કરણમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.


પણ અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય.


Lean sinn:

Sanasan


Sanasan