Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 25:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહિ. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ. પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે. તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 25:3
32 Iomraidhean Croise  

ઝબુલોન સમુદ્રને કાંઠે રહેશે; તે વહાણોનું બંદર થશે; અને તેની સીમા સિદોન સુધી થશે.


એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.


વળી તેઓએ દ્વેષના શબ્દો વડે મને ઘેરી લીધો છે, અને મારી સાથે વિનાકારણ લડાઈ કરી છે.


ગર્વિષ્ઠો ફજેત થાઓ; કેમ કે તેઓએ વિનાકારણ મારી સાથે કપટ કર્યું છે; પણ હું તમારાં શાસનોનું મનન કરીશ.


જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.


તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”


પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી; માણસોથી ધિક્કાર પામેલો, અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.


જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.


આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે.


મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.


યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.


મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે, તથા ઓચિંતા લજવાશે.


મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ [છે].


હે મારા આત્મા, તું ફકત શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું.


જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.


હે સૈન્યના પ્રભુ યહોવા, તમારી રાહ, જોનારા મારે લીધે ફજેત ન થાય; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.


મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.


તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.


પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.


જેઓ તેમની વાટ જુએ છે, ને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે.


પણ હું તો યહોવા તરફ જોઈ રહીશ. હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ. વાટ જોઈશ. મારો ઈશ્વર મારું સાંભળશે.


પણ તેઓના નિયમશાસ્‍ત્રમાં લખ્યું છે કે, ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, ’ તે પૂર્ણ થવા માટે [એમ થયું].


પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan