Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 24:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચા કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો! હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 24:7
23 Iomraidhean Croise  

લોકોએ યહોવાનો કોશ [નગરની] અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો, તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.


મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શકયા નહિ; કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું.


યાજકો યહોવાના કરારકોશને તેની જગાએ, એટલે ઘરના ઈશ્વરવાણીસ્થાનમાં, પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવ્યા.


હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.


હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!


તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.


આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.


દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે; હા, અગાઉનું રાજ્ય, યરુશાલેમની પુત્રીનું રાજ્ય [તારે ત્યાં] આવશે.


હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે, અને આ સ્થાનમાં હું સલાહશાંતિ આપીશ. એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.


મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


Lean sinn:

Sanasan


Sanasan