Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 24:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 24:1
18 Iomraidhean Croise  

હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તમારાં છે; કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ (તમારું છે); હે યહોવા, રાજ્ય તમારું છે, ને સર્વોપરી અધિકાર પણ તમારો છે.


હે અમારા ઈશ્વર યહોવા, આ જે સરંજામ અમે તમારા પવિત્ર નામને માટે તમારું મંદિર બાંધવાને તૈયાર કર્યો છે, તે સર્વ તમારી તરફથી મળેલો છે, ને એ બધું તમારું પોતાનું છે.


અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ ઇઝરાયલની સેવાને માટે જે સો તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું?” ઈશ્વરભક્તે તેને ઉત્તર આપ્યો, “તમને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે.”


તેમને પૃથ્વીનો અધિકાર કોણે સોંપ્યો છે? અથવા આખી દુનિયાની વ્યવસ્થા કોણે કરી છે?


તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતેહ પામ્યો છે? આખા આકાશ નીચે એવો કોઈ નથી.


શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે?


કેમ કે અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે.


જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તને કહું નહિ; કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે.


આકાશો તમારાં છે, પૃથ્વી પણ તમારી છે; જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.


સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો.


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને આપનો વાસ વનચર પશુઓ સાથે થશે, ને બળદની જેમ આપને ઘાસ ખવડાવવાંમાં આવશે, ને આપ આકાશના ઝાકળથ પલળશો, ને આપને માથે સાત કાળ વીતશે; અને આપ જાણશો કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે, ત્યાં સુધી [એ પ્રમાણે આપને માથે વીતશે.]


હે સિયોનની પુત્રી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ, ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે. અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.


પર્વતો તેમને જોઈને કાંપે છે, ને ડુંગરો પીગળી જાય છે. તેમની આગળ પૃથ્વી, હા, જગત તથા તેના સર્વ રહેવાસીઓ હાલી ઊઠે છે.


કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.


જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.


Lean sinn:

Sanasan


Sanasan