Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 23:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 23:5
23 Iomraidhean Croise  

તે તને સંકટમાંથી [કાઢીને] સંકડાશ વગરની બહોળી જગામાં દોરી જાત; અને તારી મેજ પર પીરસેલું મિષ્ટાન્ન પુષ્કળ હોત.


વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].


હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ.


યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.


દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે; યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે; [તે કહેશે કે,] તમારું હ્રદય સર્વકાળ જીવો.


પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.


તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.


તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે?”


પણ તમે મારું શિંગ જંગલી ગોધા [ના શિંગ] જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.


વળી મારા શત્રુઓને [મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં] મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને [મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં] મારે કાને સાંભળ્યું છે.


વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.


તમે પ્યાલામાંથી દ્રાક્ષારસ પીઓ છો. ને સારાં સારાં અત્તરો પોતાને અંગે લગાડો છો; પણ યૂસફની વિપત્તિથી દુ:ખી થતા નથી.


પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ, ને તારું મોં ધો.


તેં મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણે મારા પગે અત્તર ચોળ્યું છે.


તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી?


હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે. તે ઈશ્વર છે;


હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે,


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan