Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 23:4
26 Iomraidhean Croise  

કેમ કે સવાર તો તેઓને મૃત્યુછાયા જેવી લાગે છે; કેમ કે તેઓ મૃત્યુછાયાનો ત્રાસ જાણે છે.”


તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ. તે પર વાદળ ઠરી રહો. તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો.


યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.


યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?


જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.


ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.


જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ.


તો પણ તમે શિયાળવાંની જગામાં અમને કચડ્યા છે, ને મોતની છાયાથી અમને ઢાંકી નાખ્યા છે.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.


[હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.


મેં મારી કરુણા [નામની] લાકડી લીધી, ને સર્વ પ્રજાઓની સાથે કરેલો મારો કરાર રદ કરવા માટે મેં તેને કાપી નાખી.


પછી યહૂદા તથા ઈઝરાયલ વચ્ચેનો ભાઈપણાનો સંબંધ તોડી નાખવાને મેં મારી બીજી લાકડી ઐક્યને કાપી નાખી.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’”


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”


પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ. ?? ?? ?? ?? 1


Lean sinn:

Sanasan


Sanasan