Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 23:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પોતાના નામને લીધે તે મને સીધી કેડીઓ પર ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 23:3
28 Iomraidhean Croise  

તે તેનો જીવ કબરેથી પાછો લાવીને તેને જીવનનો પ્રકાશ બતાવે.


તોપણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાને માટે, તેમને તાર્યા;


પણ, હે યહોવા, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે [ઉપાય] કરો; તમારી કૃપા ઉત્તમ છે, માટે મારો છૂટકો કરો.


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.


કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો.


મારે માટે જે જાળ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢો; કેમ કે તમે મારો આશ્રય છો.


મારી સાથે યહોવાને મોટા માનો, અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.


હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.


હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.


ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.


મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.


હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


કેમ કે મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે, તથા દરેક દુ:ખી જીવને સમૃદ્ધ કર્યો છે.”


જુઓ, હું તેઓને ઉત્તર દેશમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં આંધળાં તથા લંગડાં, ગર્ભવતી તથા પ્રસવનારી, બધાં એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો આવશે.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan