Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 સંકટ આવી પડયું છે અને કોઈ બેલી નથી, માટે મારાથી દૂર જશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે. અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:11
18 Iomraidhean Croise  

કેમ કે ઇઝરાયલને અતિશય દુ:ખ છે એમ યહોવાએ જોયું હતું. બંદીવાન તેમ જ છૂટો કોઈ નહોતો.


હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


હે યહોવા, તમે તે જોયું છે; તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન રહો.


હે યહોવા, મને ન તજી દો; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.


મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.


હે ઈશ્વર, મારાથી દૂર ન થાઓ; હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો.


હું ગર્ભસ્થાનમાં હતો, તે સમયથી તમે મારા આધાર છો; મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.


કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.


મેં જોયું, તો કોઈ સહાય કરનાર નહોતો, અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો:એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું; અને મારા કોપે મને ટેકો આપ્યો.


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


પણ તેણે સમ ખાઈને ફરીથી નકાર કર્યો કે, ‘તે માણસને હું ઓળખતો નથી.’


ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.


જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.


કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan