Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમારો ભૂજ તમારા સર્વ શત્રુઓને પકડી પાડશે; તમારો જમણો હાથ તમારા દ્વેષીઓને શોધી કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 21:8
17 Iomraidhean Croise  

અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો, ને યહોવાએ તેની ચારતરફના શત્રુઓથી તેને શાંતિ આપી હતી, તેવામાં એમ બન્યું કે,


જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો.


મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.


હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.


તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”


અરણ્યવાસીઓ તેમની આગળ નમશે; અને તેમના શત્રુઓ ધૂળ ચાટશે.


જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ તથા સમરૂનના કરતાં [વધારે હતી] , તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે;


પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’


પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઊઠ્યો હશે, તોપણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવનભંડારમાં બાંધી રાખશે; પણ આપના શત્રુઓનઅ જીવને તો જેમ ગોફણના ચાડામાંથી [પથ્થર] ફેંકી દે, તેમ તે ફેંકી દેશે.


અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan