Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 20:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે અડગ ઊભા રહીશુ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 20:8
17 Iomraidhean Croise  

તારા સંદેશિયાઓ દ્વારા તેં યહોવાની નિંદા કરી છે. તેં કહ્યું છે કે, ‘મારા રથના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનનાં સૌથી અંદરના ભાગોમાં ચઢી આવ્યો છું; તેનાં ઊંચાં એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાંખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, [તથા] તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.


આસા તેની સામે ગયો, ત્યારે મારેશાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો.


આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માંગતા મને શરમ લાગી:કેમ કે અમે રાજાને કહ્યું હતું, “અમારા ઈશ્વરનો હાથ તેને શોધનાર બધા ઉપર હિતકારક છે; પણ તેમનું સામર્થ્ય તથા તેમનો કોપ તેમને ત્યાગનાર બધા ઉપર છે.”


અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.


યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.


મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.


બચાવને માટે ઘોડો નકામો છે; તે પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકશે નહિ.


ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાથી જ [મળે] છે.


“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તોપણ હું પાછો ઊઠીશ; જો હું અંધારામાં બેસું, તોપણ યહોવા મને [ત્યાં] અજવાળારૂપ થશે.


અને તેઓ તથા તેઓનાં સર્વ સૈન્ય, એટલે સમુદ્રના કાંઠા પરની રેતીની માફક અસંખ્ય લોક, બહુ ઘોડાને રથો સહિત નીકળી આવ્યા.


હે યહોવા, તમારા સર્વ વેરી એમ જ નાશ પામે; પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ. ત્યાર પછી ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.


ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan