Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 19:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 19:11
25 Iomraidhean Croise  

જ્યારે પોતાનાં નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યું, નિયમ, આજ્ઞા વિધિઓ તથા કાનૂનો સબંધી તકરાર તમારી પાસે આવે, ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહિ તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો, તો તમે દોષિત નહિ ઠરશો.


મારી રુચિને તમારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મુખને મધના કરતાં વધુ મીઠાં છે!


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે? જો તને તે મળ્યું હોય, ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે, અને તારી આશા રદ જશે નહિ.


જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સર્વ મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે.


વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર.” ત્યારે મેં તે ખાધું; અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું.


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે.


એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે.


પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.


માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.


હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી, પણ તમને મારાં પ્રિય બાળકો જાણીને બોધ કરું છું.


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


મિસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.


પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.


તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan