Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો નીકળ્યો, તેમનાં મુખમાંથી ભસ્મીભુત કરનાર અગ્નિ અને સળગતા અંગારા ધસી આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:8
18 Iomraidhean Croise  

અને તેણે સદોમ તથા ગમોરાની તરફ તથા આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી, અને જુઓ, ભઠ્ઠીના ધુમાડાની જેમ તે દેશનો ધુમાડો ઉપર ચઢતો હતો.


તેના મુખમાંથી બળતી મશાલો નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ નીકળે છે.


તે પૃથ્વી પર દષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે; તે પર્વતોને સ્પર્શ કરે છે. એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે.


તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.


આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?


વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.


અગ્નિની જવાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારોહજાર તેની સેવા કરતા હતા, અને લાખોલાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા; ન્યાયસભા ભરાઈ હતી, ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં હતાં.


અને યહોવાની સંમુખથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સમક્ષ માર્યા ગયા.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારાના જેવા થયા. અને યહોવાએ તે સાંભળ્યું ત્યારે તેમનો કોપ સળગી ઊઠયો; અને યહોવાનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટયો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધી બાળીને ભસ્મ કર્યું.


અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


જો કોઈ તેઓને ઇજા કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan