Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું, અને ભૂંડાઈ કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 હું પ્રભુને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને મારા ઈશ્વરની વિરુદ્ધ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે, અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:21
13 Iomraidhean Croise  

તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો, ને તેથી જરા પણ આડોઆવળો ગયો નહિ, અને યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.


યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.


હું તમારાં ન્યાયવચનોથી ખસી ગયો નથી; કેમ કે તમે મને શિક્ષણ આપ્યું છે.


માણસોનાં કૃત્યો વિષે [હું બોલું] તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું.


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે.


ત્યારે રાજાને અતિશય હર્ષ થયો, ને તેણે હુકમ કર્યો, “દાનિયેલને બિલમાંથી બહાર કાઢો.” તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો, તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઇજા [નાં ચિહ્‍ન] માલૂમ પડ્યાં નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan