Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હે પ્રભુ, તમારી ગર્જનાથી અને તમારી નાસિકાના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ, સમુદ્રનાં તળિયાં દેખાયાઁ. તમારાં નસકોરાઁના શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:15
22 Iomraidhean Croise  

ત્યારે યહોવાની ધમકીથી, તેમનાં નસકોરાંના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.


જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફ્વા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ.’”


તે પોતાના હાથથી વીજળીને મોકલે છે, અને પોતાના ઘારેલા નિશાન પર પડવાની તેને આજ્ઞા કરે છે.


ઈશ્વરના શ્ચાસથી તેઓ નાશ પામે છે, અને તેમના કોપની જ્વાલાથી તેઓ ભસ્મ થાય છે.


કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે.


લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.


વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો;


ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેનારી નદીઓને સૂકવી નાખી.


હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.


તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.


પણ તમે મારું શિંગ જંગલી ગોધા [ના શિંગ] જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.


અને તમારાં નસકોરાંના શ્વાસથી પાણીનો ઢગલો થયો. મોજાંઓ થોભીને તેમના જાણે કે સીધા ટેકરા બની ગયા; સમુદ્રના ભીતરમાં જળનિધિઓ ઠરી ગયા.


પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.


કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.


વળી યહોવા કહે છે, “જો ઉપરના આકાશને માપી શકાય, તથા નીચેના પૃથ્વીના પાયાની શોધ કરી શકાય, તો જ જે જે ઇઝરાયલનાં સંતાનોએ કર્યું છે તે સર્વને માટે હું પણ તે [સંતાનો] નો ત્યાગ કરીશ, ” એવું યહોવા કહે છે.


હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.


હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે.


યહોવા તેઓના ઉપર દેખાશે, અને તેમનું બાણ વીજળીની જેમ છૂટશે; પ્રભુ યહોવા રણશિંગડું વગાડશે, તે દક્ષિણના વંટોળિયાઓ સહિત કૂચ કરશે.


શમુએલ દહનીયાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજ્ય કર્યો. તેઓ ઇઝરાયલીઓ સામે માર્યા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan