Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 16:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ મારા સલાહકાર છે, તેથી હું તેમને ધન્યવાદ આપીશ; દર રાતે મારો અંતરઆત્મા મને ચેતવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું. રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 16:7
20 Iomraidhean Croise  

તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.


હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.


તમારા અદલ ઇનસાફથી હું માહિતગાર થઈશ, ત્યારે હું શુદ્ધ અંત:કરણથી તમારો આભાર માનીશ.


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.


દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા, અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.


કેમ કે મારું હ્રદય વ્યાકુળ થયું, અને મારું અંત:કરણ દાઝ્યું;


તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો, અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.


મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.


રાતમાં મારું [ગાયેલું] ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં [પૂછયું] ,


ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે.


રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.


હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે [મને] જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું.


તમે તેઓને રોપ્યા છે. વળી તેઓની જડ બાઝી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તમે તેઓનાં મોંમા છો, પણ તેઓનાં મનથી તમે દૂર છો.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


તે દિવસોમાં તે ઘેરથી નીકળીને [કોઈ એક] પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી.


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan