Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 15:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જેની દષ્ટિમાં અધમ માણસ તિરસ્કારપાત્ર છે, પરંતુ પ્રભુના ભક્તોને સન્માન આપે છે, જાતે નુક્સાન ભોગવીને પણ તે સોગંદ પાળે છે, અને ફરી જતો નથી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 15:4
20 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


રાજાના સર્વ અમલદારો, જેઓ રાજાના દરવાજામાં હતા, તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા; કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાય તેને નમસ્કાર કરતો નહિ, અને તેને માન પણ આપતો નહિ.


આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.


દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.


જે કોઈ તમારાં શાસનો પાળનારા તમારા ભક્તો છે, તે સર્વનો હું સોબતી છું.


જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.


‘વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.


[પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.”


વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી.


આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.


એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ, ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને કહ્યું, “હાય, મારી દીકરી! તેં મને છેક દીન બનાવ્યો છે, ને મને દુ:ખ દેનારાંમાંની એક તું પણ છે; કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan