Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 149:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 149:6
12 Iomraidhean Croise  

યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તેઓ ચાલતી નથી; વળી તેઓ પોતાના ગળમાંથી અવાજ કાઢતી નથી.


મારે મુખે મેં તેમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.


કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


એસાવના પર્વતનો ન્યાય કરવાને ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે. અને રાજ્ય યહોવાનું થશે.”


“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”


કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


મોટા જનસમૂહના જેવી તથા ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, “હાલેલુયા; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે.


અને એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી એક બેધારી કટાર બનાવી. અને વસ્‍ત્રની નીચે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી.


Lean sinn:

Sanasan


Sanasan