Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 147:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવા યરુશાલેમને બાંધે છે; ઇઝરાયલનાં વેરાઈ ગયેલાંને તે પાછાં એકઠાં કરે છે. q1

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ યરુશાલેમને ફરી બાંધે છે; તે વિખેરાઈ ગયેલા ઇઝરાયલીઓને પાછા એકત્ર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવા યરૂશાલેમને બાંધે છે; તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 147:2
28 Iomraidhean Croise  

અલૂલ માસની પચીસમી તારીખે, બાવન દિવસમાં, કોટ પૂરો થયો.


જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તે અતિશય નિરાશ થયા; કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું.


નગર વિસ્તીર્ણ તથા મોટું હતું, પણ એમાં લોકો થોડા હતા, ને ઘરો હજુ બંધાયાં નહોતાં.


તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.


તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.


તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.


હે પ્રજાઓ, યહોવાનું વચન સાંભળો, ને દૂરના દ્વીપોમાં તે પ્રગટ કરીને કહે કે, જેમણે ઇઝરાયલને વિખેરી નાખ્યો તે તેને ભેવો કરશે, ને ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે.


હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.


“જુઓ, જે જે દેશમાં મારા કોપમાં તથા મારા ક્રોધમાં તથા મહારોષમાં મેં તેઓને હાંકી કાઢયા છે, તે સર્વમાંથી હું તેઓને ભેગા કરીશ. અને આ સ્થળે હું તેઓને પાછા લાવીશ, ને તેઓને સહીસલામત રાખીશ.


ઘણા દિવસો પછી તારી ખબર લેવામાં આવશે. પાછલાં કાળમાં તરવારના સપાટામાંથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા [લોકોના] દેશમાં, એટલે ઇઝરાયલના હમેશાં ઉજ્જડ પડેલા પર્વતો પર, તું આવશે. પણ જે [પ્રજાને] વિદેશીઓમાંથી બહાર કાઢી લાવવામાં આવેલી છે, તેઓ સર્વ નિર્ભય રહેશે.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


યહોવા કહે છે, “તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ, ને જેને કાઢી મૂકેલી છે તથા જેને મેં દુ:ખી કરી છે તેને હું ભેગી કરીશ;


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જુઓ, હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan