Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 146:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 146:8
18 Iomraidhean Croise  

કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.


સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.


યહોવા નમ્ર [જનો] ને સંભાળે છે; દુષ્ટોને તે જમીનદોસ્ત કરી નાંખે છે.


ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


હે બહેરાઓ, સાંભળો; અને હે આંધળાઓ, નજર કરીને જુઓ.


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.”


કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો.


અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે,


હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan