Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 146:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે તેના ઉત્પન્‍નકર્તા યહોવા છે; તે સદા સત્ય પાળનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ તો આકાશ, પૃથ્વી અને સમુદ્રના તથા તેમાં જે કંઈ છે તે સર્વના સર્જક છે. તે સદા સત્યના રક્ષક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 146:6
26 Iomraidhean Croise  

આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યા.


કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે].


તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્‍નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].


કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે]. યહોવાની સ્તુતિ કરો.


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


કેમ કે મેં કહ્યું, “કૃપા સદાને માટે બાંધવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપન કરશો.”


પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહિ, અને હું મારું વિશ્વાસુપણું ખૂટવા દઈશ નહિ,


સમુદ્ર તેમનો છે, તેમણે તે બનાવ્યો; અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.


તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.


કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી, ને [પાપ] કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, તમારા પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર [પાળીને] દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર;


જે વિષે તમે પુરાતનકાળથી અમારા પૂર્વજો આગળ સમ ખાધા છે તેનો, એટલે યાકૂબ પ્રત્યે સત્યતાનો ને ઇબ્રાહિમ પ્રત્યે કૃપાનો, તમે અમલ કરશો.


તેનાથી સર્વ ઉત્પન્‍ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્‍ન થયું નહિ.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્‍ત્રમાં લખેલું નથી?


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


એ માટે જાણ કે, યહોવા તારા ઈશ્વર, તે જ ઈશ્વર છે. તે જ વિશ્વાસુ ઈશ્વર છે કે, જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર [પાળે છે] તથા દયા રાખે છે.


કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં.


અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યા, તેમની આરાધના કરો.”


Lean sinn:

Sanasan


Sanasan