Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 145:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; સદા હું તમારા નામને સ્તુત્ય માનીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 145:1
31 Iomraidhean Croise  

માટે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.


રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો


તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો, હું તમને મોટા માનીશ.


મારું મુખ યહોવાની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેમના પવિત્ર નામને સ્તુત્ય માનો.


મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ.


ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.


હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.


જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.


હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને ‍તમે મને સાજો કર્યો છે.


હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.


હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે તારણ ફરમાવો.


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો દંડ તે યથાર્થ રાજદંડ છે.


હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.


હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.


તમે એ કર્યું છે, માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ; અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ.


ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.


પણ હું તો હંમેશાં આનંદ કરીશ, હું યાકૂબના ઈશ્વરનાં સ્તોત્રો ગાઈશ.


કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.


યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.


કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.


યહોવા મને તારવાના છે; તેથી અમે અમારી આખી જિંદગી સુધી યહોવાના મંદિરમાં અમારાં વાજિંત્રો વગાડીશું.”


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan