Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 144:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મનુષ્ય તો ફૂંક સમાન છે, અને તેના દિવસો સાંજે અદશ્ય થતી છાયા સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે. લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 144:4
16 Iomraidhean Croise  

આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


તો ધૂળમાં નાખેલા પાયાવાળાં માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે, તેઓને તે કેટલા વિશેષ [ગણશે] !


(કેમ કે આપણે તો આજકાલના છીએ, અને કંઈ જાણતા નથી, પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે;)


મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું.


હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું, મને તીડની જેમ આમતેમ ફેંકવામાં આવે છે.


તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


મારું આયુષ્ય કેટલું ટૂંકું છે, તે સંભારો; તમે માણસજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!


પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયાં છે; અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા : વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.


સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા; બધું વ્યર્થ છે.


પણ દુષ્ટનું ભલું થશે નહિ, અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહિ; કેમ કે તે ઈશ્વરનું ભય રાખતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan