Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 142:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મારા જીવને કેદમાંથી કાઢી લાવો, કે હું તમારા નામની સ્તુતિ કરું; ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે; કેમ કે તમે મારી સાથે ઉદારતાએ વર્તશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મને આ કેદમાંથી મુક્ત કરો; જેથી હું તમારા નામની આભારસ્તુતિ કરું; પછી નેકજનો મને વીંટળાઈ વળશે. કારણ, તમે મારી સાથે ભલાઈથી વર્તશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 142:7
20 Iomraidhean Croise  

હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહીને તમારું વચન પાળું.


તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે.


યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયા છે.


હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું; ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું.


હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.


હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.


તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.


વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


જ્યારે મારા શત્રુઓ પાછા હઠે છે, ત્યારે તમારી સમક્ષ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ:તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.


Lean sinn:

Sanasan


Sanasan