Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 142:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સહાય માટેના મારા પોકાર પ્રત્યે ધ્યાન આપો; કારણ, મારી ભારે દુર્દશા થઈ છે. મને સતાવનારાઓના હાથમાંથી મને છોડાવો; કારણ, તેઓ મારા કરતાં ઘણા બળવાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મારા પોકારો સાંભળો, કેમકે હું દુ:ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 142:6
18 Iomraidhean Croise  

યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો, અને તેમણે મને બચાવ્યો.


જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાર્યાં [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


હે યહોવા, ન્યાય સાંભળો, મારા કાલાવાલા પર ધ્યાન આપો; ઢોંગી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.


તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.


આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].


હે યહોવા મારા વૈરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે ઊઠનારા ઘણા છે.


પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ પરાક્રમી છે; જેઓ અન્યાયથી મારો દ્વેષ કરે છે તેઓ વધી ગયા છે.


માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,


તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.


અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.


હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”


ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? [તેઓને] ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


ઇઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ, એક ચાંચડ પાછળ!


Lean sinn:

Sanasan


Sanasan