Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 141:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જ્યારે તેમના શાસકોને પર્વતની કરાડ પરથી નીચે ફેંકી દેવામાં આવશે, ત્યારે લોકો સ્વીકારશે કે મારા શબ્દો સાચા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે. તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 141:6
12 Iomraidhean Croise  

હવે દાઉદનાં છેલ્લાં વચનો આ છે; યિશાઈનો દિકરો દાઉદ કહે છે, અને જે માણસ ઊંચી પદવીએ ચઢ્યો હતો તે, એટલે યાકૂબના ઈશ્વરનો અભિષિક્ત, અને ઇઝરાયલનાં ગીતોમાં જેની કિર્તી ગવાય છે તે કહે છે:


એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો, દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા માટે એકદિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ એક જ મતના હતા.


દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે, ને જો આપણા ઈશ્વર યહોવાની મરજી હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના આખા દેશમાં બાકી રહ્યા છે, તથા તેઓની સાથે જે યાજકો તથા લેવીઓ પોતાનાં પાદરોવાળાં નગરોમાં રહે છે, તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે, તેઓ ઈશ્વરનો કોશ આપણી પાસે ફરીથી લાવવાને એકત્ર થાય;


વળી યહૂદિયાના માણસોએ બીજા દશ હજારને પકડીને તેઓને ખડકની ટોચ ઉપર લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંકી દીધા, ને તેઓ સર્વના ટુકડે ટુકડા થઈ ગયા.


તમે મનુષ્યો કરતાં સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે.


બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”


Lean sinn:

Sanasan


Sanasan