Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 141:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું! પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 141:5
23 Iomraidhean Croise  

પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.


મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.


તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.


જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.


સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.


મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે; પણ ઠપકાને લક્ષમાં લેનાર શાણો થાય છે.


તિરસ્કાર કરનારને મારશો, તો ભોળો શાણો થશે; અને બુદ્ધિનને ઠપકો દેશો, તો તે જ્ઞાનમાં પ્રવીણ થશે.


ઠપકો દેનાર જ્ઞાની [ની વાત] આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે.


કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;


કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.


ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પ્રલોભનમાં પડે.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan