Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 140:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે; આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે; તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 140:5
21 Iomraidhean Croise  

પાશ તેની એડી પકડી લેશે, અને ફાંદો એને ફસાવશે.


દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે; તોપણ હું તમારાં શાસનો મૂકીને ભમી ગયો નથી.


ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.


જે ગર્વિષ્ઠો તમારા નિયમાનુસાર વર્તતા નથી, તેઓએ મારે માટે ખાડા ખોદ્યા છે.


જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.


મારે માટે જે જાળ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢો; કેમ કે તમે મારો આશ્રય છો.


કેમ કે તેઓએ વગર કારણે મારે માટે ખાડા(માં) પોતાનો ફાંદો સંતાડી રાખ્યો છે, વિનાકારણ તેઓએ મારા જીવને માટે (ખાડો) ખોદ્યો છે.


અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


જ્યારે તમે તેઓ પર ઓચિંતું સૈન્ય લાવો, ત્યારે તેઓનાં ઘરોમાંથી રડારોળ સાંભળવામાં આવો; કેમ કે મને પકડવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે, ને મારા પગને માટે તેઓએ ફાંસા નાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan