Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 14:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો, પણ યહોવા તેનો આશ્રય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઓ દુરાચારીઓ, તમે દીનજનોની આકાંક્ષાઓ તોડી પાડો છો, પરંતુ પ્રભુ તેમનો આશ્રય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 14:6
14 Iomraidhean Croise  

હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”


મારા જીવ વિષે ઘણા કહે છે, “તેને ઈશ્વર તારશે નહિ.” (સેલાહ)


હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું [ચલાવવાનું] ચાહશો? (સેલાહ)


પરંતુ હું દીન તથા દરિદ્રી છું, [તો પણ] પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો; તમે વિલંબ ન કરો.


“તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે.


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


વળી યહોવા દુ:ખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.


જો કે યહોવા ત્યાં હતો તોપણ તેં કહ્યું છે કે, ‘આ બે પ્રજાઓ તથા આ બે દેશો મારાં થશે, ને અમે તેનો કબજો લઈશું.’


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


Lean sinn:

Sanasan


Sanasan